મુંબઇ – 16 માળની રહેંણાંક બિલ્ડિંગમાં લાગી આગ, 4 વૃદ્ધોના મોત
મુંબઇના તિલકનગર વિસ્તારમાં ગુરુવાર રાત્રે સરગમ સોસાયટીની 16 માળની રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગી હતી. 14મા માળે લાગેલી આગમાં ચાર વૃદ્ધો સહિત પાંચ લોકોના મોત થયા છે. જેમાંથી કેટલાંક લોકોની ઓળખ થઈ છે. હજુ બે લોકોની હાલત ગંભીર છે. ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે ગઇકાલે રાત્રે આગ લાગી હતી.
આ આગમાં 5 લોકોના મોત થયા છે જેમાં ચાર બધા સીનિયર સિટીઝન છે. ત્રણની ઓળખ થઈ છે તેમાંસુનીતા જોષી, બાલચંદ્ર જોષી અને સુમન શ્રીનિવાસ જોષીનો સમાવેશ થાય છે.આ આગ ગણેશ ગાર્ડન પાસે ચેમ્બુરની સરગમ સોસાયટીના 14માં માળે સાંજે 7.51 કલાકે લાગી હતી. અધિકારીઓ તેને લેવલ-3 સ્તરની ગંભીર આગ જાહેર કરી છે. આગ કયા કારણોસર લાગી તેનું કારણ સામે આવ્યું નથી.
છેલ્લા ચાર દિવસમાં મુંબઈમાં ચોથો મેજર આગ લાગવાનો બનાવ બન્યો છે. રવિવારે આગ લાગવાની બે ઘટના સામે આવી હતી. ખારમાં સવારે ગ્રાઉન્ડ પ્લસ સાત ન્યૂ બ્યુટી સેન્ટરમાં આગ લાગી હતી. આ પછી સાંજે કાંદિવલીના દામુ નગરની એક કપડા ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાના કારણે કપડાની ફેક્ટરીનો એક બીમ પડતા ચાર લોકોના મોત થયા હતા.