મુંબઈઃ 1000 કરોડ રૂપિયાનું પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું, 4ની ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક્સ સેલે મુંબઈના વકોલા વિસ્તારમાં ફેટનાઈલ નામનું પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની અંદાજીત કિંમત 1000 કરોડ રૂપિયા છે. ટીમે 4 શખ્સોની ધરપકડ કરી લીધી છે. આ આરોપીઓની ઓળખ સલીમ ડોલા, ઘનશ્યામ સરોજ તથા ચંદ્રમણિ અને સંદીપ તિવરી તરીકે થઈ છે. અહેવાલ મુજબ ઝડપાયેલા આરોપીઓ પાસેથી ડ્રગ્સ ભરેલ 4 ડ્રમ જપ્ત કરવામાં આવ્યાં છે. ફેંટાનાઈલ ડ્રગનો ઉપયોગ એનેસ્થીસિયા તરીકે દુઃખાવામાંથી રાહત અપાવવા માટે કરવામાં આવે છે. જેનો ઉપયોગ નશા માટે પણ કરવામાં આવે છે. આ ડ્રગ્સ નાર્કોટિક ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક પદાર્થ એક્ટ અંતર્ગત પ્રતિબંધિત છે.
વધુમાં ફેંટાઈલ ડ્રના એક કિલોની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 10 કરોડ રૂપિયા છે. મુંબઈમાં પકડાયેલ આ ડ્રગ્સની કિંમત 1000 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. સલીમ ડોલાને પહેલા પણ દિલ્હીમાં એનસીબીએ ડ્રગ્સ સપ્લાયના કેસમાં પકડ્યો હતો. 2016માં 79 કિલો ચરસના મુંબઈની
અદાલતે તેને છોડી મૂક્યો હતો. ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને 1 જાન્યુઆરી સુધીની પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે.