અમદાવાદમાં બનશે 7 નવા ફ્લાયઓવર, પ્રહલાદનગર સહિત 3 જગ્યાએ બનશે મલ્ટીલેવલ પાર્કિંગ
આગામી લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદ મહાપાલિકાનું વર્ષ 2019-20નું અંદાજ પત્ર રજૂ થયુ છે. જેમાં પ્રોપર્ટી ટેક્ષમાં કોઈ વધારા કરાયા નથી. તો સાથે જ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા છ નવા બ્રિજની પણ બજેટમાં જાહેરાત કરી છે. શારદાબહેન હોસ્પિટલના નવીનીકરણ માટે 10 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. તો સાથે જ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના દર્દીના સગાને 10 રૂપિયામાં ભોજન આપવામાં આવશે તેવી જાહેરાત પણ આજના બજેટમાં કરવામાં આવી છે. તો વળી, શહેરને પ્રદુષણ મુક્ત બનાવવા માટે ઈલેકટ્રીક વાહનોને 100 ટકા વાહનવેરોમાં રાહત આપવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2019-20 માટે અમદાવાદનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ દ્વારા કુલ 8 હજાર 51 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. કમિશનર વિજય નહેરા દ્વારા 7 હજાર 509 કરોડનું બજેટ રજૂ કરાયું હતું. જેમાં 542 કરોડનો સુધારો કરીને કુલ 8 હજાર 51 કરોડનું બજેટ રજૂ કરાયું છે. બજેટમાં રેવન્યું ખર્ચ 321.46 કરોડ જ્યારે કે કેપીટલ ખર્ચ 220.54 કરોડ અંદાજવામાં આવ્યો છે.
રૂપિયા 542 કરોડનાં સુધારા સાથેનું રૂપિયા 8051 કરોડનું બજેટ રજુ
પ્રોપર્ટી ટેક્ષમાં કોઈ વધારા નહીં
શહેરમાં બનશે છ નવા ઓવર બ્રિજ
શારદાબહેન હોસ્પિટલ માટે 10 કરોડની ફાળણવી
કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના દર્દીના સગાને 10 રૂપિયામાં મળશે ભોજન
ઈલેકટ્રીક વાહનોને 100 ટકા વાહનવેરામાં રાહત