વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મુકેશ અંબાણીએ કર્યો તેમના પ્લાનનો ખુલાસો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અગામી દિવસોમાં તેનું ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ગુજરાતમાં શરૂ કરશે. જેમાં 1.2 મિલિયન રિટેલર્સ અને સ્ટોર ઓનર્સ( દુકાનદારો) પણ હશે. કંપની આ પ્લાનથી એમઝોન ડોટકોમ ઈન્ક અને વોલમાર્ટ ઈન્કના ફ્લિપકાર્ટને ટક્કર આપશે.
એશિયાના ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી વિશ્વના રિટલર્સને તેમના જીયો ટેલિકોમ સર્વિસ, મોબાઈલ ડિવાઈસ અને વિશાળ ફિઝિકલ રિટેલ નેટવર્કથી ટક્કર આપવા માંગે છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ વાઈબ્રન્ટ ગુજરાતમાં આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં જિયો અને રિલાયન્સ રિટેલ એક યુનિક ઈ- કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે. જેનાથી 12 લાખ જેટલા સ્મોલ રિટેલર્સ અને દુકાનદારો સશક્ત થશે. આ કારણે આ ક્ષેત્રમાં અગામી દસ વર્ષમાં 10 લાખ લોકોને રોજગારી મળશે.
ઉલ્લેખનીય છે કે ગત મહિનાથી ભારતે ઓનલાઈન રિટેલર્સ માટેના નિયમો સખ્ત કર્યા છે. આ અંતર્ગત વિદેશી ઓનલાઈન રિટેલર્સ જે કંપનીમાં ઈક્વિટી ધરાવતા હશે તેના માધ્યમથી વસ્તુઓનું વેચાણ કરી શકશે નહિ. આ સિવાય ઓનલાઈન રિટેલર્સને તેમની સાઈટ પર કોઈ પણ પ્રોડકટનું એક્ઝકલ્યુસિવલી વેચાણ કરવાથી પણ મનાઈ કરવામાં આવી છે. આ સખ્ત નિયમોને પગલે એમેઝોન અને વોલમાર્ટના ઓપરેશન્સને અસર થશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ વોલમાર્ટે ફ્લિપકાર્ટ ઓનલાઈન સર્વિસ પ્રાઈવે લિમિટેડને 16 બિલિયન ડોલરમાં ખરીદી હતી.