મોબાઇલ એન્ડ ટેક

70 કરોડથી વધારે ઇમેઇલ આઇડી હેક, તમારુ નામ તો નથીને યાદીમાં?

વર્ષ 2019ની શરૂઆતમાં જ એક મોટી ડેટા લીકની ઘટના સામે આવી છે. રિસર્ચર ટ્રોય હંટ અનુસાર આ વર્ષની સૌથી મોટી ડેટા લીક હોઈ શકે છે. ટ્રોય હંટ વેબસાઈટ અનુસાર વિશ્વભરમાં લગભગ 77.3 કરોડ ઈમેલ હેક થયા છે. સાથે જ અંદાજે 2.1 કરોડ પાસવર્ડ પણ હેક થયા છે. હંટ અનુસાર આ તમામ હૈક ‘Collection #1’નો ભાગ છે. ટ્રોયહંટ ડોટ કોમના અહેવાલ અનુસાર ‘Collection #1’ એક ઈમેલ એડ્રેસ અને પાસવર્ડનો સેટ છે, જેમાં કુલ 2,692,818,238 પંક્તિઓ છે. તેને હજારો સૂત્રોના દ્વારા જુદા જુદા ડેટા લીક દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
વેબસાઈટ હન્ટ દ્વારા આ બાબતને પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, મેં જોયું કે મારો પર્સનલ ડેટા તેમાં હતો અને તે બિલકુલ સાચો હતો. જોકે, મારો પાસવર્ડ જૂનો હતો, જેનો હું કેટલાક વર્ષ પહેલાં ઉપયોગ કરતો હતો.

ટ્રોય હન્ટ દ્વારા યુઝર્સને ઈમેલ આઈડી અને પાસવર્ડ હેક થવા અંગે વધુ માહિતી માટે એક સરળ પદ્ધતિ જણાવાઈ છે. આ રીતે તમે પણ તમારા ઈમેલ આઈડી અંગે ચકાસી શકો છો કે તે હેક થયો છે કે નહીં. તેમણે ડેટા બેઝને haveibeenpwned.com સાથે જોડી દીધો છે.

તમે www.haveibeenpwned.com પર જઈને તમારા ઈમેલઆઈડીને ડાયલોગ બોક્સમાં લખશો એટલે તમને જવાબ મળશે. આ જવાબમાં જો તમને ગુડ ન્યૂઝ લખેલું મળે તો સમજવું કે તમારો ઈમેલ આઈડી હેક થયો નથી. જો ત્યાં તમને ‘Oh no-Pwned’ લખેલું જોવા મળે તો તેનો અર્થ એવો થશે કે તમારો ઈમેલ આઈડી હેક થયો છે. આવી સ્થિતિમાં તમારે તમારો પાસવર્ડ તાત્કાલિક બદલી દેવાનો રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button