Site icon Time News

Morbi: માળિયામાં દારુની રેડ પાડવા ગયેલી પોલીસની ટીમ ઉપર ઘાતકી હુમલો

મોરબીમાં પોલીસને દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. મળેલ બાતમીના આધારે પોલીસ મિયાણા તાલુકાના ખીરઈ ગામમાં રેડ પાડવા પહોંચી. ત્યારે બુટલેગર દ્વારા પોલીસ પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો. બુટલેગર અને રેડ પાડવા પહોંચેલી પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ. બુટલેગર દ્વારા પોલીસને ઇન્સ્પેક્ટર પર છરીથી હુમલો કરાયો. બુટલેગર સાથે થયેલ મારામારીમાં પોલીસકર્મીઓને ઇજા પંહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બનાવની જાણ થતા મોરબીથી એલસીબી એસ ઓજી અને સ્થાનિક પોલીસની ટીમ ખીરઈ ગામ પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.

માળિયાના ખરાઈ ગામે પોલીસ અને બુટલેગર વચ્ચે મારામારીની ઘટનામાં 9 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી. આ બનાવમાં માળિયા મિયાણા પોલીસે ઇકબાલ ઇર્ફે ઇકો હાજીભાઇ મોવર ,હાજીભાઇ ઓસમાણભાઇ, યુસુફ અલ્લારખા, સારબાઇ હાજીભાઇ મોવર, નશીમબેન અલ્લારખા સંધવાણી મુમતાજ અનવરભાઇ ભટી.આઇસા રફીકભાઇ મોવર નજમાબેન ઇકબાલ મોવર, અનીષા ઇકબાલભાઇ મોવર ,તમન્ના યુસુફભાઇ સંધવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં હાજીભાઇ ઓશ્માનભાઈ મોવરની ધરપકડ બાકી છે.

આ પણ વાંચો, Porbandar Fire: પોરબંદરમાં બાવળના જંગલમાં ભડકેલી આગ બેકાબૂ, સ્થાનિકોનું સ્થળાંતર

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Exit mobile version