ચોમાસું આજથી ફરી સક્રિય થશે! અમદાવાદમાં મૂશળધાર વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસા (Monsoon) માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજથી ચોમાસું (Monsoon) ફરી સક્રિય થશે અને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ (Rain) થશે.
11 જૂને ચોમાસું (Monsoon) નવસારીમાં પ્રવેશ્યું હતું, પરંતુ નબળી સિસ્ટમના કારણે તે આગળ વધી શક્યું નહોતું. હવે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે 25 જૂન સુધીમાં અમદાવાદમાં મૂશળધાર વરસાદ (Rain) થવાની શક્યતા છે.
આજે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને વડોદરામાં વરસાદ (Rain) થશે. આ સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.
જો કે, ચોમાસું (Monsoon) અટવાતા રાજ્યના 31 જિલ્લાઓમાં વરસાદ (Rain)ની ઘટ નોંધાઈ છે. જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 66% અને ગુજરાતમાં 74% ઓછો વરસાદ (Rain) થયો છે.
છતાં, આગામી દિવસોમાં વરસાદ (Rain)ની ઘટ ઓછી થવાની શક્યતા છે. દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ગઈકાલે બપોરે બે ઈંચ વરસાદ (Rain) પણ નોંધાયો હતો.