મોદી સરકારની ગરીબ બાળકોને મોટી ભેટ, ધોરણ-12 સુધી ફ્રીમાં ભણાવશે
લોકસભા ચૂંટણી પૂર્વે આર્થિક રીતે નબળા મતદારોને આકર્ષવા માટે મોદી સરકાર એક મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર હવે ગરીબ બાળકોને ધો.૧ર સુધી વિના મૂલ્યેે ભણાવશે. કેન્દ્ર સરકાર બાળકોને વિના મૂલ્યે અને ફરજિયાત શિક્ષણની જોગવાઇ ધો.૮થી લંબાવીને ધો.૧ર સુધી કરવા પર સક્રિય વિચારણા કરી રહી છે.
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોની આવક વધારવા માટે એક સ્પેશિયલ પેકેજની જાહેરાત થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પેકેજમાં પાક લોન ચૂકવતા ખેડૂતોનું વ્યાજ માફ કરવાની દરખાસ્ત પણ સામેલ છે. તેનાથી સરકારી તિજોરી પર રૂ.૧પ કરોડનો વધારાનો આર્થિક બોજ પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાક માટે વીમા પોલિસી લેનાર ખેડૂતોનાં પ્રિમિયમ સંપૂર્ણપણે માફ કરવાની પણ દરખાસ્ત આ પેકેજમાં સામેલ છે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે શિક્ષણ કાર્યકર અશોક અગ્રવાલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મંત્રાલય શિક્ષણ પ્રાપ્ત કરવાના અધિકાર એકટ ર૦૦૯ હેઠળ બાળકોને વિના મૂલ્યે અને ફરજિયાત શિક્ષણની જોગવાઇ ધો.૧ર સુધી લંબાવવાના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે. આ પ્રસ્તાવના ગહન અભ્યાસ બાદ તેના પર નિર્ણય લેવાશે. હાલ આરટીઇ હેઠળ ૬થી ૧૪ વર્ષ સુધીનાં બાળકોને એટલે કે ધો.૧થી ૮ સુધીના બાળકોને વિના મૂૂલ્યે શિક્ષણ આપવાની જોગવાઇ છે. આ એકટ હેઠળ ખાનગી સ્કૂલો માટે આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે રપ ટકા બેઠક અનામત રાખવાનું ફરજિયાત છે.
અત્યાર સુધી રાઇટ ટુ એજ્યુકેશનના દાયરાને વિસ્તારવાનો પ્રસ્તાવ કોલ્ડ સ્ટોરેજમાં હતો, પરંતુ હવે ચૂંટણી નજીક આવી રહી હોવાથી ફરી વાર આ મુદ્દે ચર્ચા શરૂ થઇ ગઇ છે. સેન્ટ્રલ એડ્વાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશનની પેટા સમિતિએ ર૦૧રમાં જ આઇટીઇ એકટના દાયરાને વિસ્તારવા માટે સૂચન કર્યું હતું કે જ્યારે યુપીએ સરકાર હતી