GST પર મોદી આપશે મોટી રાહત, 99ટકા સામાન 18 ટકાની નીચેના સ્લેબમાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે સરકારનું લક્ષ્ય 99 ટકા સામાનોને 18 ટકાથી ઓછા જીએસટી સ્લેબમાં લાવવાનું છે. તેમણે બેંકનું દેવું ન ચૂકવનારા અને ભાગેડું વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ચેતાવણી આપી છે. મોદીએ કહ્યું જીએસટીથી પહેલા નોંધાયેલ ઉદ્યોગોની સંખ્યા 65 લાખ હતી. જેમા હવે 55 લાખનો વધારો થયો છે. આજે જીએસટી પ્રણાલી ઘણી હદ સુધી સ્થાપિત થઇ ચૂકી છે અને અમે એક એવી પ્રણાલી દિશામાં કામ કરી રહ્યા છીએ. જ્યાં 99 ટકા વસ્તુઓને 18 ટકા ઓછા સ્લેબમાં લાવી શકાય છે.
પીએમ મોદીએ ચેતાવણી આપતા કહ્યું કે આર્થિક ભાગેડું અને બેંકોના ડિફાલ્ટર્સને છોડવામાં આવશે નહીં. અને તેમની પર દિવાલા અને દિવાલિયાપન સંહિતા 2016 ભાગેડું આર્થિક ગુનેગાર અધિનિયમ 2018 અને અન્ય હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જે પહેલા કાયદાથી બચીને નીકળી જતા હતા.
તેમણે કહ્યું કે ચાર વર્ષ પહેલા ખેડૂતે વિચાર્યું હતુ કે હેલીકોપ્ટર ઘોટાળાના મુખ્ય શંકાસ્પદ ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં આવશે. પીએમ મોદીએ મુંબઇમાં એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યું પહેલા જ્યારે કંપનીઓ દેવું ચૂકવી શકતી ન હતી. તો કઇ ન થતું હતું. તેમની પાસે ખાસ પરિવારનું સુરક્ષા ચક્ર હતું. આઇબીસીની સાથે તે ખતમ થઇ ગયું છે.