લોકસભા ચૂંટણીથી પહેલા મોદી સરકારની મોટી ઘોષણા, સવર્ણ જાતિને મળશે 10% અનામત
આજે કેબિનેટની બેઠકમાં સવર્ણોને અનામત આપવાના પ્રસ્તાવને લઇને મોદી સરકારે મંજૂરી આપી દીધી છે. અનામત માત્ર એ સવર્ણોને જ મળશે જેમની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હશે. આ સિવાય અનામતના હકદાર એ જ રહેશે જેમની પાસે પાંચ એકરથી ઓછી જમીન હશે.
લોકસભા ચૂંટણીની બરાબર પહેલાં મોદી સરકારે સવર્ણો માટે અનામતની જાહેરાત કરી મોટો દાવ રમ્યા છે. મોદી સરકાર પછાત સર્વણો માટે 10 ટકા અનામતની વ્યવસ્થા કરવા જઇ રહ્યા છે. તેના માટે સંવિધાનમાં સંશોધન કરવાની તૈયારી કરી લીધી છે. એવામાં એ જાણવું જરૂરી છે કે અનામતના દાયરામાં કોણ આવશે અને કોણ નહીં.
સૂત્રોના મતે EWS કેટેગરી પણ સ્પષ્ટ કરી દેવાઇ છે. એટલે કે અનામતનો ફાયદો કોને મળશે તે પણ નક્કી કરી દેવાયું છે. મોદી સરકાર સવર્ણ અનામત આર્થિક આધાર પર લાવી રહી છે, જેની અત્યારે સંવિધાનમાં વ્યવસ્થા નથી. આથી સરકારને અનામત લાગૂ કરવા માટે સંવિધાનમાં સંશોધન કરવું પડશે. સંવિધાનના અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16મા ફેરફાર કરાશે. બંને અનુચ્છેદમાં ફેરફાર કરીને આર્થિક આધાર પર અનામત આપવાનો રસ્તો સાફ થઇ જશે. બીજીબાજુ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવકતા કેટીએસ તુલસીએ સરકારના આ નિર્ણયને સામાન્ય પ્રજા સાથે મજાક ગણાવી છે. તેમણે કહ્યું કે આ નિર્ણય માત્ર લોકોને બેવકૂફ બનાવા માટે છે. તેમને પ્રશ્ન કર્યો કે જ્યારે સાધારણ બિલ પાસ નથી થતું તો આ કેવી રીતે પાસ થઇ શકશે.