મોદી સરકારે વેપારીઓને આપી મોટી રાહત, 40 લાખથી ઓછા ટર્નઓવર પર નહીં લાગે GST
નાણાંમંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં GST કાઉન્સીલની 32મી બેઠક મળી હતી જે હાલ પુર્ણ થઈ ચુકી છે. બેઠકમાં નાના વેપારીઓને રાહત આપવાના મુદે સહમતી બની છે. કંપોજીશન સ્કીમની સીમા 1 કરોડથી વધારીને 1.5 કરોડ કરવામાં આવી છે સામાન્ય રીતે આ વાતને સમજીએ તો હવે દોઢ કરોડનું ટર્ન ઓવર કરાવનાર કંપનીઓ આ સ્કીમમા ફાયદો ઉઠાવી શકશે. નવો નિયમ 1 એપ્રીલથી લાગૂ થશે.
આ પહેલા બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે GST કાઉન્સીલથી 75 લાખ રૂપિયા વાર્ષિક વેપાર કરનારા ઉદ્યોગોને GST રજીસ્ટ્રેશનમાંથી છૂટ આપવાનો આગ્રહ કર્યો છે. એ સિવાય મધ્યમવર્ગ માટે બનતા ઘરોમાં GSTના 5 ટકા દાયરાઓમાં લાવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાને કહ્યુ કે આ અંગે નિર્ણય કરવાનો અધિકાર તેમના હાથમાં નથી. જે GSTના હાથમાં છે. તમામ રાજ્ય સરકાર આ પરિષદના સભ્ય છે. તે તમામ મળીને આ અંગે નિર્ણય કરશે આપને જણાવી દઈએ કે GST કાઉન્સીલની ગઈ વખતની બેઠકમાં જે 22 ડિસેમ્બરે યોજાઈ હતી જે બેઠકમાં 26 વસ્તુઓ પર ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
GST કાઉન્સીલે આ સિવાય GSTની સીમાઓ વધારી છે. હાલ 20 લાખ રૂપિયાથી વેપાર કરનાર GSTના દાયરાઓમાં આવતા હતા હવે તેની સીમા વધારીને 40 લાખ ટર્ન ઓવર કરવામા આવેલ છે. આનાથી નાના વેપારીઓ GSTના દાયરાઓમાંથી બહાર આવી જશે અને રજિસ્ટ્રેશન કરવાની કોઈ માથાકુટ નહી રહે.