વેપાર

મોદી સરકારે 2 વર્ષ બાદ સંસદમાં સ્વીકારી નોટબંધીથી મોતની વાત

નોટબંધીને લાગૂ કરાયા પછી બે વર્ષે એક મોટો મુદ્દો બનીને બહાર આવી રહ્યો છે. એકબાજુ ઘટતાં જતાં GDP વિશે નોટબંધી અને GSTને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. તો બીજીબાજુ બેંકોનું રિસ્ટ્રક્ચરાઈઝ કરવા પાછળ પણ આ કારણ હોવાનું તજજ્ઞોનું માનવું છે. હવે આ મુદ્દો પાર્લામેન્ટમાં પણ ઉઠાવાયો છે. જેમાં  સરકારને પૂછેલા સવાલોના જવાબમાં સરકાર દ્વારા સંસદમાં જણાવાયું છે કે નોટબંધીના વર્ષ 2016-17માં નોટોની પ્રિન્ટિંગનો ખર્ચ વધી 7,965 કરોડ રૂપિયા સુધી થઈ ગયો હતો. સરકારે એમ પણ સ્વીકાર્યું કે નોટબંધી બાદ એસબીઆઈના ત્રણ કર્મચારીઓએ અને લાઇનમાં ઊભેલા એક ગ્રાહકે જીવ ગુમાવ્યો હતો.

સરકારે આપેલા જવાબમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હવે લોકો પાસે પડી રહેલી જૂની ચલણી નોટોને પાછી લેવા માટે સરકાર કોઈ પગલું નહિં ભરે. જોકે, સરકાર જનતાની પાસે બચેલી 500 અને 1000 રૂપિયાની નોટ પરત લેવા પર વિચાર નથી કરી રહી.

રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં નાણા મંત્રી અરુણ જેટલીએ  કહ્યું હતું કે નોટબંધીના વર્ષે પ્રિન્ટિંગનો ખર્ચ 7,965 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો, પરંતુ બીજા વર્ષ 2017-18માં તેમાં ભારે ઘટાડો આવ્યો અને 4,912 કરોડ રૂપિયા ખર્ચ થયો. આમ સરકારે બે વર્ષમાં નોટોના પ્રિન્ટિંગ પાછળ જ સરકારે કુલ 12,877 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યાં હતાં. જવાબમાં એમ પણ કહેવામાં આવ્યું કે નોટબંધીના પહેલા 2015-16માં નોટોની પ્રિન્ટિંગ પર 3,421 કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. ઉપરાંત નોટોને દેશભરમાં મોકલવા પર 2015-16, 2016-17 અને 2017-18માં ક્રમશ: 109 કરોડ, 147 કરોડ અને 115 કરોડ રૂપિયા ખર્ચ થયો. નાણા મંત્રીએ આ જવાબ નોટબંધીના કારણે આરબીઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા ખર્ચના સંબંધમાં પૂછેલા સવાલ પર આપ્યો.

જેટલીએ જણાવ્યું કે એસબીઆઈએ નોટબંધી દરમિયાન ત્રણ કર્મચારી અને એક ગ્રાહકનું મોત થયું હોવાનું પણ જણાવ્યું હતું. બેંકે મૃતકોના પરિવારોને વળતર પેટે 44.06 લાખ રૂપિયા આપ્યા. જેમાંથી ત્રણ લાખ રૂપિયા મૃતક ગ્રાહકના પરિવારને આપવામાં આવ્યા હોવાનું પણ આ જવાબમાં ઉલ્લેખ કરાયો છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button