સ્માર્ટફોન બની જશે સુપરફાસ્ટ, ફોલો કરો આ ટ્રિક્સ
ખાસ કરીને એન્ડ્રોઈડ સ્માર્ટફોન દર મહિને કેટલાક નવા અપડેટ અને હાર્ડવેર ચેન્જીસ સાથે આવે છે ત્યારે તમને થાય કે તમારો ફોન ધીમે ધીમે સ્લો ફોનની કેટેગરીમાં આવી ગયો છે. કેમ કે સતત નવા સોફ્ટવેર અપડેટ વધુ રેમ માગે છે અને તેના કારણે ફોન જલ્દી હેંગ થવા લાગે છે. તેમજ ગેમ્સથી લઈને મેસેજિંગની અનેક એપ્સના કારણે ફોનમાં ઘણી એપ્સ ભરી દઈએ છીએ. ઢગલાબંધ એપ્સ વચ્ચે તમે વધુ રેમ ધરાવતો ફોન લીધા પછી પણ હેંગ થવાનો ઇશ્યુ અનુભવી શકો છો. ત્યારે અમે કેટલીક એવી ટિપ્સ ખાસ તમારા માટે પસંદ કરી છે જેને અનુસરવાથી જૂનો ફોન સુપરફાસ્ટ થઈ જશે.
જે એપ્સનો યુઝ કરીએ છીએ તે નેક્સ્ટ ટાઇમ ઝડપી કામ કરવા માટે સતત કેટલોક ડેટા કેચ કરીને સ્ટોર કરે છે. તેવામાં જો તમારા ફોનમાં ખૂબ વધારે માત્રામાં ડેટા હોય અને લો સ્ટોરેજની સ્થિતિ આવી ગઈ હોય તો કેચ ડેટા તમારા ફોનના પરફોર્મન્સને વધુ ધીમુ પાડે છે. આ માટે કેચ ડેટાને ક્લીયર કરવો જરુરી છે. કોઈપણ ફોનમાંથી કેચ ડેટાને ડિલીટ કરવા માટે તમારા ફોનના સેટિંગમાં જાવ, અહીં સ્ટોરેજ ઓપ્શન પર ક્લિક કરો ત્યાર બાદ કેચ્ડ ડેટા પર ક્લિક કરો અને ક્લિયર પર ઓકે પ્રેસ કરો.
દરેક એપ્સને કિલ કરવાથી તમારી રેમની થોડી જગ્યા ફ્રી થશે પરંતુ તે ફક્ત કામચલાઉ ઉપાય હશે કેમ કે એપ્સ ફરી બેકગ્રાઉન્ડમાં રન થવા લાગે છે. જ્યારે કેટલીક એવી સિસ્ટમ એપ્સ હોય છે જેને તમે ડિલિટ નથી કરી શકતા અને તે સતત રન થઈને તમારી રેમ ઓછી કરે છે. આવી એપ્સને તમારે મેન્યુઅલી ડિસેબલ કરવી પડશે. આ માટે સેટિંગ્સ મેનુમાં જઈ એપ્સ પર ક્લિક કરો. હવે જે એપ્સને તમારા ડિસેબલ કરવી હોય તેના પર ક્લિક કરી ડિસેબલ ઓપ્શન પર ક્લિક કરો મેસેજ પો-અપ થાય તેના પર ડિસેબલ એપ ઓપ્શન પર ક્લિક કરો.