Delete થઇ ગયેલા ગૂગલ કોન્ટેક્ટ્સને આ રીતે પરત મેળવો
આપણા મિત્રો અને પ્રોફેશનલ કોન્ટેક્ટ્સ અંગે જાણકારી એકઠી કરવામાં ગૂગલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ કેટલીક વખત આપણે નાની-મોટી ભૂલોથી વર્ષોથી એકઠી કરેલી મહેનત ખોઇ દઇએ છીએ અને આ કોન્ટેક્ટ્સને ડિલીટ કરી બેસીએ છીએ. પરંતુ ભૂલથી આવું થઇ જાય તો પરેશાન થવાની કોઇ જરૂરત નથી. કેટલીક સહેલી ટિપ્સથી તમે ડિલિટ થઇ ગયેલા ગૂગલ કોન્ટેક્ટ્સને પરત મેળવી શકો છો.
તમારા બ્રાઉઝરમાં નવા ગૂગલ કોન્ટેક્ટ્સ વેબસાઇટ ખોલો. ધ્યાન રાખો કે તે જ એકાઉન્ટથી ખોલો જેનાથી કોન્ટેક્ટસ તમે પરત મેળવવા માંગો છો.
વેબસાઇટ ખોલ્યા પછી ડાબી બાજુ તરફ મેનુ પર જાઓ અને મોર બટન પર ક્લિક કરો. ત્યાર પછી તમારે રિસ્ટોર કોન્ટેક્ટ્સ ક્લિક કરવું પડશે.
હવે તમે ટાઇમ ફ્રેમ પસંદ કરી શકો છો જેમા ડિલીટ કરવામાં આવેલા કોન્ટેક્ટસ તમે રિસ્ટોર કરવા માંગો છો. ત્યાર બાદ રિસ્ટોર બટન પર ક્લિક કરો.
આ સ્ટેપ પૂર્ણ કર્યા બાદ ડીલિટ થઇ ગયેલા દરેક કોન્ટેક્ટ્સ રીસ્ટોર થઇ જશે. પરતુ આ વાતનું ખાસ ધ્યાન રાખો કે માત્ર 30 દિવસની અંદર જ તમે નંબર રિસ્ટોરેશન કરી શકો છો.