JIO યૂજર્સ માટે ખુશખબર, રૂ.1095મા જિયો ફોન અને 6 મહિના સુધી ફ્રીમાં સર્વિસ
રિલાયન્સ જિયો નવા વર્ષે ગ્રાહકો માટે ઓફર લઇને આવ્યું છે. 399 રૂપિયાના રીચાર્જ પર 100 ટકા કેશબેક તો છે જ પરંતુ જો તમે નવા ગ્રાહક બનવા માંગો છો તો તમારા માટે સારી તક છે. રિલાયન્સ જિયો માત્ર 1095 રૂપિયામાં ‘જિયોફોન ન્યૂ ઇયર ઓફર’ લઇને આવ્યું છે, તેમાં યુઝર્સને નવા જિયો ફોનની સાથોસાથ ફ્રી ડેટા અને કોલિંગ મળશે.
જિયોફોન ન્યૂ ઇયર ઓફરમાં નવા ગ્રાહકને 501 રૂપિયામાં જિયોફોન મળશે અને આવતા છ મહિના માટે 99-99 રૂપિયાના એવા 6 વાઉચર્સ આપવામાં આવશે. આમ આ નવા જિયોફોનની સાથો સાથ છ મહિના સુધી વોઇસ કોલિંગ અને ડેટા માત્ર 1095 રૂપિયામાં જ ઉપલબ્ધ થશે. જો કે આ સ્કીમ જિયોફોન મોનસૂન હંગામા ઓફર સાથે જોડાયેલી છે, આથી નવા જિયોફોનના બદલામાં તમારે કોઇ પણ જૂનો ફીચર ફોન એક્સચેન્જ કરાવો પડશે.
આ ઓફરને અવેલ કરવા માટે તમારે જિયોની ઓફિશિયલ વેબસાઇટ પરથી 1095 રૂપિયાનું ‘જિયો ફેસ્ટિવ ગિફ્ટ કાર્ડ’ ખરીદવું પડશે. ત્યારબાદ કંપની તમને કાર્ડ ડિલીવર કરશે અથવા તો તમને ઓફિશિયલ સ્ટોર પર જઇ તેને સિલેકટ કરવું પડશે. આ કાર્ડની સાથે તમે કોઇ જૂનો ફીચર ફોન (ચાર્જરની સાથે) એક્સચેન્જ કરી આ ઓફરનો ફાયદો ઉઠાવી શકશો.