Airtelના ગ્રાહકો માટે ખુશખબર, લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન
એરટેલે પોતાનાં ગ્રાહકોને ગિફ્ટ આપતાં 169 રૂપિયાવાળાં પ્લાનને દરેક સર્કલ માટે તમામ ગ્રાહકોને માટે લોન્ચ કરેલ છે. એરટેલનો આ પ્લાન વોડાફોનનાં 159 રૂપિયાવાળાં પ્લાનથી થશે કેમ કે વોડાફોનનો પ્લાન કેટલાંક પસંદ કરાયેલ ગ્રાહકો માટે જ છે. 169 રૂપિયાવાળાં આ પ્લાનને તમામ સર્કલ માટે રજૂ કરવા સિવાય કંપનીએ પોતાનાં 399 અને 448 રૂપિયાવાળાં પ્લાનને પણ અપડેટ કરેલ છે. તો આપણે જાણીએ આ ત્રણેય પ્લાનને વિશે વિસ્તારથી.
સૌથી પહેલાં 169 રૂપિયાવાળાં પ્લાનની જો વાત કરીએ તો આ પ્લાનની વેલિડીટી 28 દિવસોની છે અને આમાં 28 દિવસ સુધી દરરોજનાં 1GB 2G/3G/4G ડેટા મળશે. આ પ્લાનમાં દરરોજનાં 100 SMS અને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ પણ મળશે. હવે એરટેલનાં અપડેટ થયેલાં 399નાં પ્લાનની જો વાત કરીએ તો આ પ્લાનની વેલિડીટી પહેલાં 70 દિવસ સુધી હતી પરંતુ હવે આની વેલિડીટી 84 દિવસોની કરી દેવામાં આવેલ છે.
આ પ્લાનમાં દરરોજનાં 1GB ડેટા મળશે અને આ સાથે જ રોજનાં 100 SMS પણ મળશે. આ પ્લાનમાં પણ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે અને રોમિંગમાં પણ આઉટગોઇંગ પણ ફ્રી હશે. હવે 448 રૂપિયાવાળાં જો પ્લાનની વાત કરીએ તો પહેલાં આ પ્લાનની વેલિડીટી 84 દિવસોની હતી. ત્યારે હવે આની વેલિડીટી 82 દિવસોની થઇ ગઇ છે. આ પ્લાનમાં પહેલાં જ્યાં દરરોજનાં 1.4GB ડેટા મળી રહ્યો હતો ત્યારે હવે તેમાં દરરોજનાં 1.5GB ડેટા મળશે. આ પ્લાનમાં પણ અનલિમિટેડ કોલિંગની સાથે સાથે દરરોજનાં 100 SMS પણ મળશે.