Mission Gaganyaan માટે 10 હજાર કરોડની મંજૂરી, 3 ભારતીય અંતરિક્ષમાં 7 દિવસ રહેશે
પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની મીટિંગમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ઇસરોનું મિશન ગગનયાન માટે 10 હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. આ મિશન હેઠળ 3 ભારતીય અંતરિક્ષમાં સાત દિવસ ગુજારશે.આ યોજનાને મંજૂરી મળ્યા બાદ 40 મહિનાની અંદર લોન્ચ કરી દેવામાં આવશે. વિશ્વએ અંતરિક્ષમાં ભારતને લોહા માન્યું છે. આજે દુનિયાના અન્ય દેશ પણ સેટેલાઇટ લોન્ચ માટે ઇસરોની મદદ લઇ રહ્યા છે.
ગગનયાન કાર્યક્રમ અંતર્ગત 3 ક્રૂ મેમ્બર્સને 7 દિવસ સુધી અંતરિક્ષમાં મોકલવામાં આવશે. વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસ પર આ અભિયાનની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે 2022માં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભારત અંતરિક્ષમાં માનવ મિશનની સાથે ગગનયાન મોકલશે.પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષે મિશન ગગનયાનની જાહેરાત કરી હતી. આ મિશન 2022 સુધી પુરું થાય તેવી આશા સેવવામાં આવી છે.