માઈનોરિટી કોરડીનેશન કમિટી ગુજરાત દ્વારા વાઇબ્રન્ટ સમિટનો કરાયો વિરોધ
ગુજરાત માં વાઈબ્રન્ટ સમીટ 2019ની સરકાર તરફથી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને નરેન્દ્રમોદી ના ગુજરાત પ્રવાસ નો કાર્યક્રમ પણ આવી ગયો છે તો બીજી બાજુ અમુક વર્ગ ની અદેખી થતી હોય છે અને પોતાની વાત સરકાર પાસે પહોંચાડવા માઈનોરિટી કોરડીનેશન કમિટી ગુજરાત દ્વારા આ વખતે વાઈબ્રન્ટ અને નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે જે અંતર્ગત ગુજરાત માઈનોરિટી કમિટીના કન્વીનર મુંજાહિદ નફિસ દ્વારા આંબેડકર હોલ ખાતે પ્રેસવાર્તા યોજી હતી.
એમણે જણાવ્યું કે ગુજરાત સરકાર માઈનોરિટી ના વિકાસ અને રક્ષણ માટે નક્કર પગલાં ભરે. અમારા આપેલા 8 મુદ્દા માંથી સરકારે એકપણ અમલ નથી કર્યો. ગુજરાત માં લઘુમતી કલ્યાણ બોર્ડ ની સ્થાપના કરવામાં આવે. આ સિવાય રાજ્ય ના બજેટ માં લઘુમતી કોમ ના વિકાસ માટે અલગ બજેટ ફાળવવા ની માગણી અમે કરતા આવ્યા છીએ.
https://www.youtube.com/watch?v=JK5-29JmT9M&feature=youtu.be
આ મુદ્દાને લઈને અમે છેલ્લા 2 વર્ષથી સરકાર ને રજુઆત કરતા આવ્યા છીએ પણ સરકારે અમારું સભાળ્યું નથી એટલે અમે આ વાઈબરન્ટ સમીટમાં આવનાર વિદેશી ડેલીગેશન સમક્ષ વાઈબ્રન્ટ અને નરેન્દ્ર મોદી નો ખુલ્લો વિરોધ કરીશું અને દુનિયા ના લોકો ને બતાવીશું કે સરકારે ખાલી વાતો સિવાય માઈનોરિટી વર્ગ માટે કંઈજ કર્યું નથી. અમે આવનાર દરેક દેશ ના ડેલીગેશન ને લેખિતમાં અમારી માગણી ની કોપી આપીશું અને સરકાર દ્વારા જે અમને અન્યાય થઈ રહ્યો છે એની જાણ કરીશું.