કેળવણી મંડળના મંત્રી પ્રફુલભાઈને ‘ગ્લોરી ઓફ ગુજરાત’નો એવોર્ડ એનાયત
કલોલ તાલુકા કેળવણી મંડળના મંત્રી પ્રફુલભાઈને ‘ ગ્લોરી ઓફ ગુજરાત ‘ નો એવોર્ડ એનાયત થયો. કલોલ તાલુકા કેળવણી મંડળમાં શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મંડળના ટ્રસ્ટી/ મંત્રી પ્રફુલભાઈ તલસાણીયાને ગુજરાત રાજ્યના રાજ્યપાલ માનનીય એ.પી.કોહલીના હસ્તે ગ્લોરી ઓફ ગુજરાત 2018ના એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ એવોર્ડથી કલોલ તાલુકા કેળવણી મંડળની તમામ સંસ્થાઓ અને કલોલ શહેર તથા તાલુકામાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.
આજ રોજ વખારીયા કેમ્પસમાં મંડળના હોદ્દેદારો, કારોબારી સભ્યો, શાળા કોલેજના આચાર્ય,અધ્યાપકો,શિક્ષકો ,નોન ટીચિંગ સ્ટાફ અને ક્લોલની વિવિધ સેવાભાવી સંસ્થાઓનાં હોદ્દેદારોએ હાજર રહી પ્રફુલભાઈને બુકે,શાલ અને મેમેન્ટો આપી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.કાઉન્સિલ ઓફ સોશિયલ વેલ્ફેરનો શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ એવોર્ડ મેળવનાર પ્રફુલભાઇ તલસાણીયા છેલ્લા ચાલીસ વર્ષથી મંડળની વિવિધ સંસ્થાઓમાં હજારો વિદ્યાર્થીઓની જ્ઞાન પીપાસા સંતોષવામાં અગ્રેસર રહ્યા છે.તેમની સંસ્થાઓમાં ભણતા અને ભણી ગયેલા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે દર વર્ષે કૅમ્પસમાં જ જોબ ફેર યોજીને કાયમી અને હંગામી ધોરણે ઉચ્ચ પગારની એક હજારથી પણ વધુને નોકરીની તકો પુરી પાડેલ છે.
કલોલ તાલુકા કેળવણી મંડળ દ્વારા મધ્યમવર્ગને પોષાય તેવી નહીવત ફી લઈને ગુણવત્તાયુક્ત અને રોજગારલક્ષી શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.અમદાવાદમાં પણ વેપારી મહા મંડળમાં તેમજ ઉચ્ચ સંસ્થા જીટોમાં સ્થાનકવાસી સમાજ અને સુરક્ષા સ્કીમ વગેરેના પ્રમુખપદે રહીને ગૌરવપ્રદ અને પ્રશંસનીય સમાજસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.કલોલ નગરપાલિકા તથા છત્રાલ જી.આઈ. ડી.સી.ના પ્રમુખ તરીકે પણ શ્રેષ્ઠ કામગીરી કરેલ છે.ચાલુ વર્ષે રોજગારીની વધુમાં વધુ તકો મળે તેવા ફાયનાન્સિલ મેનેજમેન્ટ,હ્યુમન રિસોર્ટ મેનેજમેન્ટ,માર્કેટિંગ મેનેજમેન્ટ,બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ વગેરેના નવા અભ્યાસક્રમો શરૂ કરવાની પ્રફુલભાઈ તલસાણીયાની નેમ છે.આવા ઉમદા સેવા કાર્યોથી છેલ્લા ચાલીસ વર્ષોથી કલોલ તાલુકા કેળવણી મંડળની સંસ્થાઓને નવીન શૈક્ષણિક તરાહોથી આગળ લાવનાર પ્રફુલભાઈને એવોર્ડ મળ્યો એ જાણી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ ગૌરવ અને આનંદની પ્રસરી છે.