શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા આશારામને શુભેચ્છા પાઠવતો પત્ર લખીને ફસાયા
ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસ્માએ દુષ્કર્મના આરોપી આસારામને પત્ર લખીને તેમના સંગઠનને શુભેચ્છા પાઠવી છે. શિક્ષામંત્રીએ આસારામના આશ્રમમાં 14 ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ દિવસના તરીકે મનાવવાને લઇને શુભેચ્છા પાઠવી છે. ગુજરાતના મંત્રીનો આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે ગુજરાત સરકાર માટે શરમજનક બાબત છે.
ઉલ્લેખનીય છે કેરાજ્યના શિક્ષણમંત્રીએ વિવાદિત અને કહેવાતા સંત આશારામના આશ્રમને એક પત્ર લખીને શુભેચ્છા પાઠવી હતી. જેને પગલે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ફસાયા જેવી સ્થિતિ થઇ છે. 14મી ફેબ્રુઆરીએ માતૃ વંદના કરવી એ સારી વાત છે પરંતુ માતૃ વંદનાના નામે કુમળા બાળકોના માનસ પર આશારામની ભક્તિની છાપ છોડવી કેટલા અશે યોગ્ય? જ્યારે કહેવાતા સંત આશારામ પર બળાત્કાર જેવા ગંભીર ગુનાના આક્ષેપો હોય ત્યારે માતૃ-પિતૃ વંદનાના નામે આશારામનો પ્રચાર કેટલો યોગ્ય?
આશ્રમની સાધ્વી પર દુષ્કર્મ અને દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં રાજસ્થાનની જેલમાં કેદ આસારામ બાપુના આશ્રમને ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શુભેચ્છા સંદેશ પાઠવતા વધુ એક વિવાદ ઉભો થાય તેવી શક્યતા છે.