Micromaxએ લોન્ચ કર્યા આ બે સ્માર્ટફોન, જાણી લો તેની કિંમત
સ્માર્ટફોનમાં દેશી વર્ઝન પર પહેલી પસંદગી ઉતારતા હોય તો અમે તમને જણાવી દઈએ કે ભારતના સ્માર્ટફોન ઉત્પાદક માઇક્રોમેક્સે ઇન્ફિનિટી એન સીરીઝના બે ફોન N11 અને N12 લોન્ચ કર્યા છે. તેની કિંમતો એટલી આકર્ષક છે કે તમે તે જાણીને તમે ખુશ થઈ જશો. આ બંને ફોનમાં 6.19 ઇંચની એચડી ડિસ્પ્લે સાથે ફેસ અનલોક અને ફિંગરપ્રિન્ટ સેન્સર જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.
માઇક્રોમેક્સની N11ની કિંમત 8999 રૂપિયા છે, જ્યારે N12ની કિંમત 9999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સાથે, જીયો તરફથી કેશબેક ઓફર પણ આપવામાં આવી રહી છે. જો તમે આ ફોનને જિયો સાથે ખરીદો છો, તો તમને 2200 રૂપિયાનું કેશબેક અને 50 જીબી વધારાનો 4જી ડેટા મળશે.
N11 અને N12 સિરિઝના આ ઈન્ફિનિટી સ્માર્ટફોનમાં 4000 એમએએચ બેટરી અને 2GHzગીગાહર્ટ્ઝ ઓક્ટાકોર મીડિયા ટેક હેલિયો P22 પ્રોસેસર છે. બંને ફોનમાં 6.19 ઇંચની નોચ ડિસ્પ્લે છે. તેની સાથે એક ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જે 13 + 5 મેગાપિક્સલનો છે. સેલ્ફીમાં માઇક્રોમેક્સ N11માં 8 મેગાપિક્સેલ અને N12માં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફ્રન્ટ અને રીઅર કેમેરા બંને એઆઇ સપોર્ટ સાથે છે. આ ઉપરાંત, પોર્ટ્રેટ મોડનો પણ સપોર્ટ છે. જો સ્ટોરેજ વિશે વાત કરીએ તો માઇક્રોમેક્સ N11માં 2GB રેમ અને 32 GB સ્ટોરેજ છે. N122માં 3GB રેમ અને 32 GB સ્ટોરેજ છે, જે માઇક્રો એસડી કાર્ડ દ્વારા 128 GB સુધી વધારી શકાય છે. તેમાં ડ્યુઅલ સિમ 4G વોલ્ટે સપોર્ટ છે.
તેના આકર્ષક ફિચરની વાત કરીએ તો તેમાં ફેસ અનલોક અને મલ્ટીસ્કીન સપોર્ટ આપવામાં આવ્યું છે. જેને પગલે તમે ફોન પર એકસાથે બે કામ કરી શકો છો. ફોનને બ્લૂ લગૂન, વિયોલા અને વેલ્વેટ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.