Gujarat

 ગુજરાતના 27 જિલ્લામાં આજે રહેશે મેઘમહેર, હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી  (Forecast,)મુજબ રાજ્યના 27 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે. . અલગ અલગ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવોથી મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે.

ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ (rain)વરસી શકે છે.. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ઝરમર વરસાદ (rain) વરસી શકે છે

મધ્ય ગુજરાતના આઠ જિલ્લામાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે મધ્યમ વરસાદ વરસી શકે છે. ખેડા,અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની (rain) શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં  હળવોથી મધ્યમ વરસાદ  વરસી શકે છે.

કચ્છ સહિત સૌરાષ્ટ્રના છ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં  ઝરમર વરસાદ વરસી શકે છે.

સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીના છુટાછવાયા સ્થળો પર આજે ઝરમર વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશોમાં મોસમનો મિજાજ બદલાય શકે છે, અહીં સામાન્ય વરસાદની આગાહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button