ફરી માસ્ક થયું ફરજિયાત: ભારતના આ રાજ્યમાં કોરોના કેસ વધતાં સરકારે લોકોને કરી અપીલ

ભારત દેશમાં તમિલનાડુનાં સ્વાસ્થ્ય મંત્રી એમ.એ. સુભ્રમણ્યનએ રાજ્યમાં વધી રહેલા કોરોનાનાં કેસને ધ્યાનમાં રાખીને લોકોને જાહેર સ્થળો પર માસ્ક પહેરવા અને કોવીડ-19 વિરોધી ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે વિનંતી કરી છે.
મંગળવારે તમિલનાડુમાં કોવિડનાં કુલ 40 નવા કેસો નોંધાયા હતાં. સ્વાસ્થ્ય મંત્રી એમ.એ. સુભ્રમણ્યનએ કહ્યું કે છેલ્લાં કેટલાક મહિલાઓથી કેસમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ ફરીથી તેમા વધારો જોવા મળી રહ્યો છે.
મંત્રીએ બુધવારે જણાવ્યું કે રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલ તાવ અંગેની શિબિરો વેગપૂર્ણરીતે કાર્યરત છે. તેમણે આગળ જણાવ્યું કે આરોગ્ય વિભાગે 476 મોબાઈલ મેડિકલ કેમ્પ્સ શરૂ કર્યાં છે જે વિદ્યાર્થીઓ, છેવાડાનાં ગામડાંનાં લોકો અને અન્ય લોકોને સક્રિયપણ કેમ્પમાં આવરે છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં છેલ્લાં 4 દિવસોમાં 1000થી વધારે કેમ્પસ્ યોજાયા છે.