ગામડાના સરપંચના અનેક મુદ્દાઓને લઇને ઉગ્ર રજુઆત
ગુજરાતના ગામડાના સરપંચના અમુક પ્રશ્નો લઈને ઘણા વર્ષો થી રજૂઆતો કરી રહ્યા છે પણ પંચાયત અધિનિયમ આનુસાર કાયદા પ્રમાણે સરપંચની જે સતા હોય અને જે કાર્ય હોય એ પ્રમાણે વર્તવાનું હોય છે જે અંતર્ગત ગુજરાતના ગામડાના અમુક સરપંચ અને ગામડાના પંચાયત સભ્યો દ્વારા સરપંચ જન અધિકાર સંગઠનની રચના કરવામાં આવી જે અનુસાર ગાંધીનગરના અડાલજ ખાતે સમગ્ર ગુજરાતનું સરપંચ એકતા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે.
સમગ્ર મુદ્દે મહેસાણાથી અલગ અલગ ગામડાના સરપંચો રાજ્યપાલને આવેદન આપવા માટે જવાના જતા ત્યારે એસ એસ 1 ખાતે સરપંચ જન અધિકાર એકતા મંચ ના અગ્રણી રાજુભાઇ એ જણાવ્યું કે આઝાદી પછી બંધારણ પ્રમાણે 1986 માં સરપંચ ને હકો આપવામાં આવ્યા હતા જે ગુજરાત સરકારે રદ્દ કર્યા છે આજે મેં ગુજરાત ના રાજ્યપાલ ને અમારા પ્રશ્નો ને લાઇ ને આવેદન આપવાના છીએ.
બીજા રાજ્યોમાં સરપંચોને પગાર આપવામાં આવી રહ્યો છે પણ ગુજરાત સરકાર સરપંચોને કોઈ પણ ભથ્થું આપતી નથી. જે મુદ્દે અમારી ઉગ્ર રજુઆત છે. સમગ્ર ગુજરાત ના ગામડાના સરપંચના પ્રશ્નોને વાચા આપવા માટે આ જન અધિકાર સંઘની સ્થાપના થઇ છે. જે અંતર્ગત ગુજરાત ના ગામડાના સરપંચો ના અમુક પ્રશ્નો નું નિવારણ કરવા માટે એક મંચ નીચે ભેગા થવાના છે. આ કોઈ રાજકીય લાભ લેવા માટે ભેગા નથી થવાના