લાઇફ સ્ટાઇલ
શિયાળામાં વહેલી સવારે બનાવો હેલ્ધી ટામેટાનો સૂપ
સામગ્રી
250 ગ્રામ – ટામેટા
2 ચમચી – ઘી
1 ચમચી – જીરૂ
1/2 ચમચી – લાલ મરચું
સ્વાદ મુજબ – મીઠું
બનાવવાની રીત
ટામેટાનું સૂપ બનાવવા માટે ટામેટાને ધોઈને ઉકળતા પાણીમાં નાખીને દસ મિનિટ માટે બાફી લો. હવે ગેસ પરથી ઉતારી સાધારણ ઠંડા થાય એટલે મિક્સરમાં ફેરવી લો. ટામેટા એકદમ મિક્સ થઈ જવા જોઈએ. એક કઢાઈમાં ઘી નાખીને ગરમ કરો. ઘી માં જીરુ તતડાવી, લાલ મરચું નાખીને તરત જ ટામેટાનુ મિશ્રણ નાખી દો. ઘટ્ટ હોય તો જરૂર મુજબ પાણી નાખવું. મીઠુ નાખીને બે-ત્રણ મિનિટ ઉકળવા દો.