વેજીટેબલ ગ્રીલ સેન્ડવચી બનાવવાની સહેલી રીત નોંધી લો
સામગ્રી
7-8 નંગ – બ્રેડ
3 નંગ – બાફેલા બટેટા
1 નંગ – કેપ્સિકમ
1 નંગ – ડુંગળી
2 નંગ – ટામેટા
1 નંગ – કાકડી
1 નંગ – કેપ્સિકમ
4 ચમચી – સેન્ડવીચ મસાલો
3 નંગ – ચીઝ ક્યૂબ
1/2 બાઉલ – બટર
લીલી ચટણી
1 બાઉલ – કોથમીર
6 નંગ – લીલા મરચા
2 ચમચી – સીંગદાણા
3 કળી – લસણ
1 ચમચી – ખાંડ
1/2 ચમચી – લીંબુનો રસ
સ્વાદાનુસાર – મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ લીલી ચટણી બનાવવા માટે દરેક સામગ્રી મિક્સ કરીને વાટી લો. હવે બ્રેડની સાઇડ કાપી તેની પર માખણ અને ચટણી લગાવીને અલગ રાખો. બટાટાને છૂંદીને એમાં સેન્ડવિચ મસાલો અને મીઠું મિક્સ કરો. હવે કૅપ્સિકમ, ટામેટાં, ડુંગળી અને કાકડીને ગોળ સમારી લો. હવે તૈયાર કરેલી બ્રેડ પર કાકડી પાથરી એના પર સૅન્ડવિચ મસાલો ભભરાવો. ત્યાર પછી તેની પર ડુંગળી રાકો અને ફરીથી સૅન્ડવિચ મસાલો ભભરાવો. તે બાદ તેના પર બ્રેડની બીજી સ્લાઇસ મૂકો અને તેની પર બટાટાનું મિશ્રણ ફેલાવી ટમેટાની સ્લાઇસ રાખી ફરી સૅન્ડવિચ મસાલો ભભરાવો. હવે ચીઝ ખમણીને તેની પર ભભરાવી લો. હવે તેને ત્રીજી બ્રેડની સ્લાઇસથી કવર કરીને તેની પર માખણ લગાવો. હવે તેને ગ્રિલ મશીનમાં બ્રાઉન થાય ત્યાં સુધી બરાબર શેકો. તૈયાર છે ગરમા ગરમ ગ્રીલ સેન્ડવીચ. જેને તમે ટૉમેટો કેચ-અપ સાથે સર્વ કરી શકો છો.