ફૂડ
ગરમા ગરમ બનાવો ચોખાના લોટનું ખીચું, આંગળા ચાટતા રહી જશે લોકો
સામગ્રી
100 ગ્રામ – ચોખાનો લોટ
10-12 નંગ – લીલા વાટેલા મરચાં
1 ચમચી – જીરૂ (પીસેલું)
1 ચમચી – લાલ મરચાંનો પાવડર
જરૂરિયાત મુજબ – તેલ
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – પાણી
બનાવવાની રીત
સૌપ્રથમ પાણીને ઉકાળો . હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો ત્યાર પછી તેમાં અધકચરું વાટેલું જીરૂ તથા વાટેલા લીલા મરચાં નાખો.પાણીને બે થી ત્રણ મિનિટ ઉકળવા દો..હવે મસાલાવાલા ઉકળેલા પાણીમાં ૧૦૦ ગ્રામ ચોખાનો લોટ નાખો.અને ગેસની આંચ ધીમી કરો.લોટને વેલણથી જડપથી હલાવી એકરસ કરો. તે પછી ધીમી આંચે લોટને ખીચાને ઢાંકીને ૩ થી ૫ મિનિટ ગરમ થવા દો. ત્યારબાદ ગેસને બંધ કરીને પાંચ મિનિટ ઢાંકીને રાખો. જેથી લોટ સરસ બફાઇ જશે. ખીચું ખાતી વખતે તેમાં સ્વાદ પ્રમાણે લાલ મરચાનો પાવડર તથા તેલ નાખીને ખવાય..