વેજીટેબલ ઉત્તપમ ઘરે જ બનાવવા નોંધી લો રીત
સામગ્રી
500 ગ્રામ રવો
1 કપ – સમારેલુ કેપ્સિકમ
1 કપ – સમારેલુ ગાજર
1 કપ – સમારેલા ટામેટા
1 કપ – સમારેલી ડુંગળી
2 ચમચી – સમારેલી કોથમીર
જરૂરિયાત મુજબ – તેલ
જરૂરિયાત મુજબ – પાણી
સ્વાદાનુસાર – મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ આપણે રવા ને પાણી મા પલાડીશું.તમે છાસ માં પણ પલાળી શકો છો.લગભગ આપડે ૨૦મિનિટ જેટલું પલાળાસુ..હવે બધા જ વેજિટેબલ ને ધોઈ ને એક દમ જીણા સમારી લેશું. જેથી તે ચડી જાય. હવે આપડે રવાના ખીરામાં મીઠું નાખી બરાબર મિક્સ કરી લેશું. રવ ને તમે જોશો કે તે એકદમ ફૂલી ગયો છે તો એનો મતલબ કે તે સારી રીતે પલળી ગયો છે. હવે તેમાં બધા વેજિટેબલ નાખીશું. સૌ પ્રથમ આપણે કેપ્સીકમ ઝીણું સમારેલું, ટમેટા જીણા સમારેલા, ગાજર જીણા સમારેલા.,ડુંગળી ઝીણી સમારેલી, કોથમીર આ બધું જ નાખી બરાબર મિક્સ કરી લેશું. હવે એક નોનસ્ટિક તવાને ગરમ કરી લેશું. તેમાં પાણીનો છટકાવ કરી કપડાંથી સાફ કરી તૈયાર કરેલ મિશ્રણ પાથરી નાના ઉત્પમ બનાવો. હવે બન્ને સાઈડ તેલ લગાવી બન્ને બાજુ ક્રિસ્પી થાય તેવા શેકી લેશું. તૈયાર છે વેજીટેબલ ઉત્તપમ..