મોંમાં આવી જશે પાણી, રાજસ્થાની બેસન ગટ્ટાનું શાક આ રીતે બનાવો
સામગ્રી :-
ગટ્ટા બનાવા
* ૧/૨ કપ બેસન ( ચણા નો લોટ ),
* ૨ ટે.સ્પૂન દહી ,
* ૧ ટી.સ્પૂન લાલમરચું,
* ૧/૪ ટી સ્પૂન હળદર,
* ૧/૨ ટી.સ્પૂન ધાણાજીરું,
* ૧/૨ ટી.સ્પૂન તેલ,
* ચપટી ખાવાના સોડા,
* મીઠું સ્વાદ પ્રમાણે.
ગ્રેવી માટે
૩ ટામેટાં,
૧/૨ ઈચ આદું નો ટૂકડો
૨ લીલા મરચા
૧/૪ ટી.સ્પૂન કસૂરી મેથી
૧/૪ કપ ફેટેલુ દહી
૨ ટી.સ્પૂન લાલ મરચું
૧ ટી સ્પૂન ધાણાજીરું
૧/૪ ટી.સ્પૂન હળદર
૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો
મીઠું સ્વાદ પ્રમાણે
૨ ટે.સ્પૂન તેલ
કોથમીર
ગ્રેવી માટે
રીત :-
એક બાઉલમાં ગટ્ટાની બધી સામગ્રી ભેગી કરી વાટા વળે એવો લોટ બાંધવો.પછી કડાઈમાં પાણી ઉકાળવા મુકવુ.ત્યારબાદ લોટમાથી વાટા બનાવી પાણીમાં ઉકાળવું. વાટા બફાયા પછી તેને ડીશ માં કાઢી ઠંડા કરવા મૂકવા.વધેલુ પાણી ગ્રેવીમાં વાપરવુ.હવે જારમા ટામેટાં, આદું , મરચાંની ગ્રેવી તૈયાર કરવી. હવે એક કડાઇમાં તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમા પહેલા હળદર , ધાણાજીરું, કસૂરી મેથી નાખી સાતળો પછી તેમાં ગ્રેવી નાખી ૨ મિનિટ સાતળવુ . પછી તેમાં મરચું નાખી તેલ છૂટે એટલી વાર ગ્રેવી સાતળવી.એટલી વારમાં ગટ્ટા ના નાના પીસ કરી લેવા.પછી ગ્રેવી ઉકળે એટલે તેમાં ધીમે ધીમે દહીં નાખવું. દહીં નાખતી વખતે ગેસ ધીમો રાખવો નહીં તો દહીં ફાટી જશે. હવે ગ્રેવી બરાબર ઉકેળી જાય એટલે તેમાં ગટ્ટા નાખી ૧ મિનિટ સુધી ઉકાળી લેવી. છેલ્લે તેમાં કોથમીર નાખી મિક્સ કરવું. તો તૈયાર છે બેસન ગટ્ટા નું શાક.