લાઇફ સ્ટાઇલ

સ્વાદિષ્ટ પનીર ટિક્કા ઝટપટ ઘરે બનાવો

સામગ્રી

100 ગ્રામ પનીર

100 ગ્રામ વટાણા

2 ડુંગળી

7 કાજુ

7 કળી લસણ, કટકો આદું

1/2 ઝૂડી લીલા ધાણા

5 ટેબલસ્પૂન ટોમેટો પ્યુરે

1 ટીસ્પૂન પંજાબી ગરમ મસાલો

2  ચમચીઘી

સ્વાદાનુસાર મીઠું

1 ચમચી મરચું

1/2 ચમચી હળદર

1/2 ચમચી ધાણાજીરૂ

1/2 ચમચી કેસરી  રંગ

બનાવવાની રીત 

પનીરના નાના કટકા કરી લેવાં. એક કપમાં પાણી અને કેસરી રંગ મિક્સ કરી તેમાં પનીરના કટકા પલાળી રાખવા. ડુંગળીનું છીણ કરી લો હવે વટાણાને બાફવા-લસણ-આદુની પેસ્ટ બનાવવી લો

હવે એક વાસણમાં ઘી મૂકી, ડુંગળીનું છીણ સાંતળી લો. ત્યાર પછી તેમાં ટામેટાની ગ્રેવી નાંખી સાંતળવું. તેમાં વટાણા, પનીરના કટકા, આદું-લસણની પેસ્ટ, મીઠું, હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો નાંખવો. બરાબર મિક્સ થઈ જાય એટલે ઉતારી, બાઉલમાં કાઢી, તળેલા કાજુના કટકા અને લીલાધાણા નાંખી સજાવટ કરવી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button