મિનિટોમાં બનાવો સાઉથ ઇન્ડિયન મગની દાળની ઇડલી
સામગ્રીઃ-
૧/૨ કપ ચોખા
૧/૨ કપ લીલી મગની દાળ
૧/૪ ટીસ્પૂન મેથીના દાણા
૧/૨ કપ ખમણેલા ગાજર
૧/૨ કપ ઝીણા સમારેલો લીલા કાંદાનો સફેદઅને લીલો ભાગ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ
પીરસવા માટે
પૌષ્ટિક લીલી ચટણી
રીતઃ-
૧. એક ઊંડા બાઉલમાં ચોખા, મગની દાળ અને મેથીના દાણા મેળવી, જરૂરી પાણી ઉમેરી ૫ થી ૬ કલાક માટે પલાળી રાખો.
૨. હવે તેને નીતારી, થોડું પાણી ઉમેરીને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ બનાવો.
૩. હવે પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં ગાજર, લીલા કાંદા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
૪. હવે ખીરાને બાફ્તા પહેલા તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરો અને તેની પર ૨ ટીસ્પૂન પાણી રેડો.
૫. હવે પેસ્ટમાં પરપોટા થવા માંડે ત્યારે ધીરથી હલાવી લો.
૬. હવે થોડું-થોડું ખીરુ ઇડલીના દરેક સાંચામાં રેડી સ્ટીમરમાં ૧૦ મિનિટ માટે અથવા ઇડલી રધાંઇ ત્યાં સુધી બાફી લો.
૭. થોડું ઠંડું થવા દઇ, ઇડલીને સાંચામાંથી બહાર કાઢી પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.