સાબુદાણાની ખીચડી મિનિટોમાં બનાવીને કરો સર્વ
સામગ્રી
250 ગ્રામ સાબુદાણા(ધોઈ ને 4 કલાક પલાળેલા)
200 ગ્રામ બટાકા
25 ગ્રામ સિંગ
1 ટેબ.સ્પૂન દળેલી ખાંડ
2 ટેબ.સ્પૂન તેલ
સ્વાદ પ્રમાણે સિંધવ મીઠુ
1 ટેબ.સ્પૂન લાલ મરચું
1 નંગ લીંબૂ નો રસ
ગાર્નીશિંગ માટે:
દાડમ ના દાણા
ફરાળી ચેવડો
ઝીણી સમારેલી કોથમીર
મસાલા શીંગનો ભૂકો
રીત:
-સૌ પહેલાં પલાળેલા સાબુદાણામાં એક સ્પૂન તેલ નાખી તેને વરાળથી બાફી લો (આમ કરવાથી તે ચોટશે નહીં)
-હવે આ સાબુદાણાને એક કઢાઈમાં સહેજ તેલ મુકી તેમાં મીઠો લીમડો અને જીરૂનો વઘાર મુકી સાબુદાણાને 10-12 મીનિટ માટે સાંતળો
-તેલમાં સિંગ પણ સાંતળી લો બાદમાં તેને બહાર કાઢી લો
-હવે બાફેલા બટાકાના ટુકડા સિંધવ,મરચું,લીંબુનો રસ અને દળેલી ખાંડ, તળેલી સિંગ ઉમેરી બરોબર હલાવી લો.
-ખીચડીને બાઉલમાં કાઢી દબાવી અનમોલ્ડ કરો
-ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર,દાડમના દાણા અને ફરાળી ચેવડાથી ગાર્નીશ કરી સર્વ કરો.
– આ રીતે ઘરે સાબુદાણાની ખીચડી બનાવવાથી તેલ ખૂબ જ ઓછું વપરાશે.