લાઇફ સ્ટાઇલ
ઢાબામાં નહીં, હવે ઘરે જ બનાવો રીંગણનો ઓળો
1 નગં રીંગણ
1 નંગ ટામેટું
4-5 કળી લસણ
1 ચમચી લાલ મરચું
1 ચમચી જીરુ
1/2 ચમચી રાઈ
2 ચમચી લીલી ડુંગળી
2 ચમચી ઘી
મીઠુ સ્વાદાનુસાર
કોથમીર
રીંગણના ભૂટ્ટામાં લસણની કળીઓ નાખીને ગેસ કે ભઠ્ઠીમાં શેકી લો. રીંગણા શેકાઈ જાય પછી તેના છોતરા ઉતારીને તેને સારી રીતે સાફ કરી ડુંગળી અને લસણના નાનાં ટુકડા કરો. હવે કડાઈમાં થોડુ તેલ કે ઘી નાખી ગરમ કરો, તેમાં રાઈ તથા જીરુ શેકી લો. ત્યારબાદ તેમાં ટામેટા, લસણ અને ડુંગળી નાખીને તેમાં મીઠુ નાખી ગુલાબી થાય ત્યાં સુધી તેને શેકાવા દો. મસળેલા રીંગણા નાખીને થોડીવાર શેકો. ત્યારબાદ તેમાં બાકીના સ્વાદમુજબ મસાલા ઉમેરી કૂક કરી લો. ઉપરથી કોથમીર ભભરાવીને ગરમાગરમ સર્વ કરો.