સાદી નહીં, હવે ઘરે બનાવો રાજસ્થાની પકોડા કઢી
1/2 કપ વેસણ
1/2 ચમચી જીરું
1/2 ચમચી લાલ મરચું
સ્વાદાનુસાર મીઠું
એક ચપટી ખાવા નો સોડા
કોથમીર
તળવા માટે તેલ
કઢી બનાવવા માટે
3 કપ છાશ
3 ચમચા વેસણ
1/2 ચમચી હળદર
સ્વાદાનુસાર મીઠું
1 ચમચી વાટેલા આદુ મરચા
કોથમીર
વઘાર માટે:
2 ચમચી તેલ
1/2 ચમચી રાઇ
1/2 ચમચી જીરું
1/4 ચમચી હિંગ
5-7 મીઠા લીમડા ના પાન
1/2 ચમચી લાલ મરચું
બનાવવાની રીત
પકોડા બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરી જરૂરિયાત મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો. આ ખીરા માંથી ગરમ તેલ માં નાના પકોડા બનાવો. કઢી બનાવવા માટે વેસણ અને છાશ ને મિક્સ કરી ફેટી લો જેથી એક પણ ગાંઠ ન પડે. એક વાસણ માં છાશ નું મિશ્રણ ગરમ કરવા મુકો. મીઠું, હળદર અને આદુ મરચા નાખી ઉકળવા દો. 5 મિનિટ ધીમી આંચ પર ઉકળવા દો. પકોડા નાખી 2 મિનિટ ઉકાળો. વઘાર માટે તેલ ગરમ કરી રાઈ, જીરી ,હિંગ,મીઠો લીમડો, અને લાલ મરચું નાખી તરત કઢી માં નાખો. કોથમીર નાખી ગરમ ગરમ રોટલી અથવા ભાત સાથે સર્વ કરો.