પંજાબી મેથી મલાઇ પનીરનું શાક હવે ઘરે જ બનાવો
સામગ્રી –
200 ગ્રામ પનીરના ટુકડા,
1 સમારેલું લીલું મરચું,
1, સમારેલી ડુંગળી,
આદું લસણની પેસ્ટ બે ચમચી,
70 ગ્રામ જેટલી સમારેલી મેથી,
1 ચમચી ગરમ મસાલો
1 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – હળદર
સ્વાદાનુસાર – મીઠું
1/2 ચમચી – ઘાણાજીરૂ
3 ચમચી દૂધ
ચપટી કાળા મરીનો પાઉડર,
1 વાટકી ક્રીમ,
1 ચમચી ઘી.
બનાવવાની રીત
સૌ પ્રથમ ગેસ પર એક કઢાઈ મૂકી તેમાં ઘી એડ કરીને ઘીને ગરમ થવા દો.
જેવુ ઘી ગરમ થાય કે એમાં પનીરના ટુકડા ને નાખો અને સાંતળો અને પછી એક વાટકી કે ડીશમાં ચમચાની મદદથી કાઢી લો.
પછી એ જ કઢાઈમાં 2 ચમચી તેલ એડ કરો અને એમાં હિંગ નાખી તરત જ લસણ અને આદુની પેસ્ટ અને સમારેલા મરચાં નાખીને હલાવી એમાં ડુંગળી નાખી તેને સાંતળો.
જેવી ડુંગળી આછી ગુલાબી થાય કે તરત જ એમાં મેથી એડ કરી હલાવો અને એમાં બાકીનો બધો જ મસાલો નાખો ને હલાવતા જાવ.
મેથી અને બધો જ મસાલો ચડી જાય નહી ત્યાં સુધી ધીમી આંચ પર હલાવતા રહો.
હવે એમાં ડૂશ અને ક્રીમ નાખીને હલાવવું. એ પછી પનીરના ફ્રાય કરેલ ટુકડા અને મરી પાઉડર એડ કરીને 2 મિનિટ સુધી ગેસ પર રાખી હલાવી નીચે ઉતારી લેવું.
તો તૈયાર છે તમારી મેથી મલાઈ પનીરની સબ્જી. ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કરો.