સ્વાદિષ્ટ પનીર મન્ચૂરીયન હવે ઘરે જ બનાવો
200 ગ્રામ – પનીરના ટૂકડા
2 ટેબલ સ્પૂન લીલી ડુંગળી કાપેલી
1 કેપ્સીકમ ઝીણું કાપેલું
1 નાની ડુંગળી ઝીણી કાપેલી
2 ટેબલ સ્પૂન મેંદો
4 ટેબલ સ્પૂન કોર્નફલોર
1 ટીસ્પુન રેડ ચીલી સોસ
2 ટેબલ સ્પૂન આદુ-લસણ ઝીણું કાપેલું
1 ટેબલ સ્પૂન કાપેલા લીલા મરચા
1/2 ટી સ્પુન આજીનો-મોટો
2 ટેબલ સ્પૂન સોયા સોસ
1 ટેબલ સ્પૂન આદું-લસણની પેસ્ટ
2 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ
1 ટેબલ સ્પૂન મરી પાવડર
મીઠું, તેલ જરૂર પ્રમાણે
રીત
એક વાસણમાં મેંદો, કોર્નફલોર, આદું-લસણની પેસ્ટ, 1 ટીસ્પુન સોયા સોસ, પનીર, મીઠું, ચપટી આજીનો મોટો અને પાણી નાંખી બોલ બને તેવું જાડું ખીરું બનાવવું.
તેના નાના-નાના બોલ બનાવી ગરમ તેલમાં તળી લેવા. એક કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં લીલા મરચા, આદું, લસણ, ડુંગળી નાંખી 2-3 મિનિટ ફાસ્ટ ગેસ પર સાંતળવું.
પછી તેમાં લીલી ડુંગળી અને કેપ્સીકમ નાંખી 2-3 મિનિટ ફાસ્ટ ગેસ પર સાંતળવું. તેમાં સોયા સોસ, ટોમેટો કેચઅપ, ચીલી સોસ, આજીનો-મોટો, મીઠું અને 1/2 કપ પાણીમાં એક ટેબલસ્પૂન કોર્નફલોર ઓગળી તેમાં નાંખી ઉકાળવું.
પાણી ઉકળે અને ઘટ્ટ થાય ત્યારે તેમાં મનચુરીયન નાખી બરાબર મિક્સ કરી ડ્રાય થાય ત્યાં સુધી સાંતળવા.
એક પ્લેટમાં મનચુરીયન મૂકી તેના ઉપર લીલી ડુંગળી અથવા લીલુ લસણ નાંખી ગરમાગરમ મનચુરીયનની મજા લો…..