સાદા નહીં ઘરે જ બનાવો પનીરના દહીંવડા
સામગ્રી
પનીર- 200 ગ્રામ
બાફેલા બટાકા-2
આરાલોટ- 2 ચમચી તેલ
લીલું મરચું- 1
ઝીણું સમારેલું આદુ- 1/2 ઈંચનો ટુકડો (ક્રશ કરેલુ)
મીઠું સ્વાદ અનુસાર
દહીં- 3 થી 4 કપ
લીલી ચટણી- 1 કપ
ગળી ચટણી-1 કપ
લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર
શેકેલુ જીરું સ્વાદ અનુસાર
રીત
એક બાઉલમાં પનીર ક્રશ કરી લો અને બાફેલા બટાકા છોલીને તેને છીણી લો. ત્યારબાદ આરાલોટ નાખીને તેને મિક્સ કરી લો. આ મિશ્રણમાં મીઠું, આદુ અને લીલું મરચું નાખીને તેને મસળીને ગૂંથી લો. તો તૈયાર છે વડા બનવા માટે મિશ્રણ. હવે એક કઢાઈમાં વડા તળવા માટે તેલ મુકો અને તેને ગરમ કરો. મિશ્રણમાંથી થોડું મિશ્રણ પહેલા નીકાળી તેને ગોળ કરો અને હથેળી વડે તેણે દબાવી ચપટો આકાર આપો. પછી વડાને ગરમ તેલમાં નાખો. 3 થી 4 વડા બનાવીને કઢાઈમાં નાખો અને વડાને ફેરવી બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળો. તળેલા વડા એક પ્લેટ પર નેપકીન પેપર પાથરી તેના પર મૂકો. આ પ્રકારે બધા વડા બનાવીને તૈયાર કરો. બધા વડા તૈયાર થઈ જાય પછી એક પ્લેટમાં 3-4 વડા રાખો. હવે તેની પર દહીં નાખીને શેકેલું ઝીરું અને લાલ મરચું પાવડર નાખો. બાદમાં તેની પર ગળી ચટણી અને લીલી ચટણી નાખો. હવે એક વખત ફરીથી દહીં નાખો. તો તૈયાર છે ચટપટા પનીર દહીંવડા.