ફૂડ
ગુજરાતીઓના મનગમતા મેથીના ખાખરા નાસ્તમાં બનાવો
સામગ્રી
૧/૨ કપ ઘઉંનો લોટ
૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા મેથીના પાન
૧ ટેબલસ્પૂન તલ
૧ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા માટે
૨ ૧/૨ ટીસ્પૂન તેલ , શેકવા માટે
બનાવવાની રીત
૧) એક બાઉલમાં ઘઉંનો લોટ, મેથી, તલ, તેલ અને મીઠું મેળવી જરૂરી પાણીની મદદથી નરમ કણીક તૈયાર કરો.
૨) કણિકનો ૧૦ સરખા ભાગ પાડી દરેક ભાગને ઘઉંના લોટની મદદથી પાતળા ગોળાકારમાં વણી લો.
૩) એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી, ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી ધીમા તાપ પર દરેક ખાખરા બન્ને બાજુ પર ગુલાબી ટપકાં પડે તે રીતે શેકી લો.
૪) મલમલના કપડાની મદદથી ખાખરાને એકસરખું દબાવી ધીમા તાપ પર ખાખરા કરકરા થાય અને તેની બન્ને બાજુએ બ્રાઉન રંગના ટપકાં પડે ત્યાં સુધી શેકી લો.
૫) નીચે ઉતારી ઠંડા પડવા દો.
૬) હવે તેને હવાબંધ ડબ્બામાં ભરી દો.