લાઇફ સ્ટાઇલ

આ રીતે ઘરે બનાવો મેથી પાક, સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ 

સામગ્રી 

 

1/2 કપ કાચી મેથી ઝીણી દળેલી

2 કપ ઘઉંનો લોટ 

1 કપ અડદનો લોટ 

1 કપ ચણાનો લોટ 

200 ગ્રામ ઘી 

1 બાઉલ – પિસ્તા, બદામ, મગજતરીના બી

2 મોટા ચમચા – અધકચરી પીસેલી સાકર 

1 ચમચી – સૂંઠ

1 ચમચી – પીપરી

4 કપ – બુરૂખાંડ કોપરાનું છીણ

 

બનાવવાની રીત

 

ઘઉંનો લોટ, અડદનો લોટ અને ચણાનો લોટ મિક્સ કરી ઘીમાં ધીમા તાપે શેકો -ઘીનું પ્રમાણ સારુ એવું હોવું જોઈએ, લોટ બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો -હવે તેમાં ઝીણી દળેલી મેથી બદામ, પિસ્તા, મગજતરીનો ભૂકો ઉમેરો -ખડી સાકર અધકચરી કરેલી, સૂઠ, પીપરી મૂળ અને મરી ઉમેરો -તેને વ્યવસ્થિત હલાવો, હવે તેમાં બુરુ ખાંડ ઉમેરો અને ફરીથી હલાવો -ઘી ઓછુ લાગે તો તેમાં ફરીથી ઘી ઉમેરો અને વ્યવસ્થિત હલાવો -બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે એક થાળીમાં ઘી લગાવી તેમાં કાઢી લો -તેના પર ટોપરાનું છીણ પાથરી ગાર્નિશ કરી શકો, -ઠંડુ પડે એટલે તેના પિસ કરી એક ડબ્બામાં ભરી લો

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button