ગુજરાતીઓની ફેવરિટ સેવખમણી મિનિટોમાં બનાવો
સામગ્રી
2 કપ ચણાની દાળ
10 કળી લસણ
1 નાનો ટુકડો આદુનો
2 ટીસ્પૂન રાયના દાણા
1 ટીસ્પૂન હળદર પાવડર
1 ટીસ્પૂન ધાણા-જીરુ પાવડર
1 ચપટી હીંગ
5-7 ઝીણા સમારેલા લીલા મરચાં
2-3 લીમડાંના પાન
2 ટીસ્પૂન ખાંડ
2 ટેબલસ્પૂન લીંબુનો રસ
1 કપ દૂધ
સ્વાદ અનુસાર મીઠું
1/2 કપ સમારેલી કોથમીર
1 કપ ઝીણી સેવ
1 કપ દાડમના દાણા
તેલ
રીત
– ચણાની દાળને 3-4 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. નિતારીને તેને ગ્રાઈન્ડ કરી લો અને જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.
– આદુ, લસણ અને મરચાંને એકસાથે પીસી લો.
– એક ઊંડા પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાયના દાણા ઉમેરો. રાયના દાણા ફૂટી જાય એટલે હીંગ ઉમેરો.
– ત્યારબાદ લીમડાના પાન, લસણ, આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીને એક મિનીટ સુધી સાંતળો.
– હવે તેમાં પીસેલી ચણાની દાળ, હળદર અને ધાણા-જીરુનો પાવડર ઉમેરો.
– ધીમી આંચ પર પાકવા દો. જો ચણાની દાળ બહુ સૂકી થઈ જાય તો દૂધ ઉમેરો.
– તેમાં મીઠું, લીંબુનો રસ અને ખાંડ ઉમેરો. બરાબર મિક્સ કરો અને તેલ છૂટુ ન પડે ત્યા સુધી પાકવા દો.
– સર્વ કરતા પહેલા લીલા ધાણા અને દાડમના દાણાથી ગાર્નિશ કરો. તેના પર ઝીણી સેવ ભભરાવો.