લાઇફ સ્ટાઇલ
સાદી નહીં, હવે સહેલાઇથી ઘરે જ બનાવો ડ્રાયફ્રૂટ સુખડી
2 વાટકી – ઘઊંનો લોટ
1 વાટકી – ઘી
2 બાઉલ – છીણેલો ગોળ
1 બાઉલ – કાજૂ-બદામ કતરણ
1/2 બાઉલ – સીંગદાણા શેકેલા
1/2 બાઉલ – સૂકુ કોપરુ
2 બાઉલ – પાણી
1 ચમચી – ઇલાયચી પાઉડર
બનાવવાની રીત
સૌ પહેલા ગોળને પાણીમાં ઓગાળી તેને ચોખ્ખા કપડાંથી ગાળી લો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો. તાપ ધીમો કરો અને લોટને સોનેરી થતા સુધી સેકો. તેમા કાજૂ, બદામ નાખીને સેકી લો. બીજી કઢાઈમાં ગોળનુ પાણી નાખો. તાપ પર મુકો અને 2 તારની ચાસણી બનાવી લો. ચાસણીમાં સેકેલો લોટ, કાજૂ, બદામ, મગફળી, કોપરુ નાખીને 2-3 મિનિટ હલાવો. જ્યારે મિશ્રણ ઘી છોડે ત્યારે એક થાળીમાં ઘી લગાવી તેના પર પાથરી દો.