ઠંડીમાં બનાવો ગરમા ગરમ કોર્ન સૂપ
1 1/4 ટીસ્પૂન બાફેલા મીઠી મકાઇના દાણા
1/4 કપ બાફીને છૂંદેલા મીઠી મકાઇના દાણા
1 કપ ઝીણા સમારીને બાફેલા મિક્સ શાકભાજી (ગાજર , ફૂલકોબી અને ફણસી)
4 ટેબલસ્પૂન કોર્નફ્લોર
1 ટેબલસ્પૂન માખણ
1 1/2 ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
1 1/2 ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ
મીઠું અને તાજા કાળા મરીનું પાવડર (સ્વાદાનુસાર)
બનાવવાની રીત
– એક નાના બાઉલમાં કોર્નફ્લોર સાથે 1/4 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરો અને ખાત્રી કરી લો કે કોર્નફ્લોર સંપૂર્ણ ઓગળી ગયું હોય, તે પછી તેને બાજુ પર રાખો.
– હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં આદૂ અને લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
– તે પછી તેમાં મીઠી મકાઇ, છૂંદેલી મીઠી મકાઇ અને મિક્સ શાકભાજી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ 1 મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
– તે પછી તેમાં 4 કપ પાણી, કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ, મીઠું અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી 4 થી 5 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.