ફૂડ
નારિયેળની ચટણી ઘરે આ રીતે બનાવો, સ્વાદમાં થશે વધારો
સામગ્રી
તાજું નાળિયેર-1 નંગ
શેકેલા ચણા-2 ચમચા
આદું-નાનો ટુકડો
રાઇ-અડધી ચમચી
લીમડો-8-10 પાન
તેલ-1 ચમચી
દહીં-3 ચમચા
મીઠું-સ્વાદ મુજબ.
રીત :
નાળિયેરની કાચલીને છીણી લો અને સફેદ ભાગને બારીક સમારો. મિક્સરમાં નાળિયેરના ટુકડા, શેકેલા ચણા, આદું, મીઠું અને દહીં મિક્સ કરી એકરસ કરી તેની પેસ્ટ બનાવો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો. રાઇ તડતડે એટલે તેમાં લીમડો અને આખા લાલ મરચાં નાખો. આ વઘારને ચટણી પર રેડો. નાળિયેરની આ ટેસ્ટી ચટણીને ઇડલી, ઢોસા, ઉત્તપમ સાથે સર્વ કરો.
નોંધ : નાળિયેરની ચટણીમાં બે ચમચી શેકેલ ચણાનો અધકચરો ભૂકો કરીને નાખવાથી ચટણી ઘટ્ટ બનશે. આખા લાલ મરચાંથી તેનો રંગ લાલ બનશે અને ચટણીનો સ્વાદ પણ વધશે.