મિનિટોમાં બનાવો ઘરે જ સ્વાદિષ્ટ ચોરાફળી
સામગ્રી
૧ કપ ચણાનો લોટ
૧/૨ કપ અડદનો લોટ
૧/૨ ટીસ્પૂન મીઠું
તેલ તળવા માટે અને મોણ માટે
૧/૨ ટીસ્પૂન બેકિંગ સોડા
૧/૨ ટીસ્પૂન સંચળ પાવડર
૧/૨ ટીસ્પૂન લાલ મરચું
બનાવવાની રીત
બેસન અને અડદનો લોટ ભેગો કરો અને તેમાં ૨ ટેબલસ્પૂન તેલ નાખો અને મીઠું નાખો. થોડું-થોડું પાણી નાખીને કઠણ લોટ બાંધો. લોટ બાંધીને ૧ કલાક ઢાંકીને રહેવા દો. કલાક પછી ૭-૮ મિનીટ સુધી લોટને મસળી-મસળીને નરમ બનાવો. થોડીવાર વધારે મસળવાથી લોટ ચીકણો અને નરમ બની જશે. હવે એક ઇંચ જાડો રોલ બનાવો. આ રોલમાંથી અડધો ઇંચ ટુકડો લુવો કાપો. આટલા લોટથી ૧૨ લુવા બનશે. હવે આદણી પર તેને ૪-૫ ઇંચ વ્યાસ પાતળું વણો. હવે પૂરીનાં ૧-૧.૫ સે.મી. પહોળી પટ્ટીઓ કાપી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો. કડાઈમાં સમાય એટલી પટ્ટીઓ નાખીને તળી લો. ગરમાગરમ ચોરાફળી પર સંચળ અને લાલ મરચું ભભરાવો. ઠંડી પડે એટલે એયર ટાઈટ કન્ટેનરમાં ભરી લો. એક મહિના સુધી ચોરાફળી સારી રહી શકશે.