લાઇફ સ્ટાઇલ

સ્વાદિષ્ટ કાળા ચણાની કઢી ઝટપટ બનાવો, ખાવાની પડી જશે મજા

સામગ્રી

1 કપ કાળા ચણા (પલાળેલા અને બાફેલા)

1 કપ  દહીં

2 ચમચી ચણાનો લોટ

1 ચમચી હળદર

1 ચમચી ગરમ મસાલો

2 નંગ માલપત્ર

2 નંગ સૂકા લાલ મરચાં

1 ચપટી હીંગ

1/2 ચમચી મેથી દાણા

1/2 ચમચી જીરૂ

2 નંગ લીલા મરચાં(સમારેલી)

1/2 કપ ડુંગળી(સમારેલી)

1/2 ચમચી ટામેટા (સમારેલા)

1 મોટી ચમચી આદુલસણની પેસ્ટ

2 મોટી ચમચી તેલ

સ્વાદાનુસાર મીઠું

જરૂરિયાત અનુસાર પાણી

બનાવવાની રીત 

સૌ પ્રથમ મીડિયમ આંચમાં એક કઢાઇમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે જીરૂ, હીંગ, તમાલપત્ર, સૂકા લાલ મરચાં અને મેથી દાણાં સાંતળી લો. ત્યાર પછી લીલા મરચાં, આદુલસણની પેસ્ટ અને ડુંગળી ઉમેરીને આછા બ્રાઉન રંગની સાંતળી લો. હવે તેમા ગરમ મસાલો, હળદર અને ચણા ઉમેરીને ત્યાં સુધી ચઢવા દો જ્યાં સુધી મસાલામાંથી તેલ ન છૂટુ ન પડવા લાગે. હવે બીજી બાજુ એક બાઉલમાં દહી લો અને તેમા ચણાનો લોટ ઉમેરીને બરાબર ખીરૂ બનાવી લો. ધ્યાન રહે કે ચણાના લોટમાં ગાંઠો ન પડે. મસાલામાં તેલ છૂટે એટલે દહીં વાળુ મિશ્રણ ઉમેરીને ધીમી આંચ 10 મિનિટ સુધી ચઢવા દો. ત્યાર પછી ગેસની આંચ બંધ કરી દો. તૈયાર છે જેસલમેર સ્ટાઇલમાં કાળા ચણાની કઢીં..

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button