મસાલેદાર ભરેલી ડુંગળીનું શાક ઘરે જ બનાવો
સામગ્રી
4-5 નંગ – નાની ડુંગળી
1/2 કપ – સીંગના દાણા
1 ચમચી – લાલ મરચું
1/4 ચમચી – હળદર
1 ચમચી – જીરા પાઉડર
1/2 ચમચી – ખાંડ
8-10 – લસણની કળી
2 મોટી ચમચી – તેલ
સ્વાદાનુસાર – મીઠું
1 ચમચી – કોથમીર
બનાવવાની રીત
સૌ પ્રથમ મીડિયમ આંચ પર એક પેન ગરમ કરી તેમા સીંગદાણાને આછા ભૂરા રંગના શેકી લો. આંચ બંધ કરીને સીંગદાણા ઠંડા થવા દો. ત્યાર પછી તેમા સીંગદાણા, લાલ મરચું, જીરા પાઉડર, હળદર પાઉડર, લસણની કળી, ખાંડ અને મીઠું મિક્સ કરીને બરાબર પીસી લો. હવે ડુંગળીને ઉપરની તરફથી ચીરા કરી લો. તેમા તૈયાર મસાલાનું મિશ્રણ ભરી દો. હવે એક અન્ય પેન લો અને તેમા તેલ ગરમ કરવા રાખો. તેમા એક એક કરીને ભરેલી ડુંગળી તેમા રાખો અને પેનને ઢાંકણથી ઢાંકી દો. વચ્ચે-વચ્ચે ખોલીને જોતા રહો કે મસાલા બળી ન જાય. તેમા થોડૂક પાણી ઉમેરો. 10-15 મિનિટ બાદ ડુંગળી ચઢી જાય એટલે તેની ઉપર કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે કાઠિયાવાડી ભરેલી ડુંગળીનું શાક.