ફૂડ
દુકાનમાંથી પેક કરેલા નહીં, હવે ઘરે જ બનાવો બાજરીના લોટના વડા
સામગ્રી :
૫૦૦ ગ્રામ બાજરીનો લોટ
૨૦૦ ગ્રામ ઘઉં નો લોટ
૧ ચમચી ઢોકલા નો લોટ
૨૦૦ ગ્રામ ખાટું દહીં
આદું-મરચાંની પેસ્ટ, મીંઠુ સ્વાદાનુસાર
મેથીની ભાજી
મોણ માટે તેલ
તલ
૭/૮ કળી લસણ, ચપટી હીંગ
ચપટી હળદર
રીત :
સૌપ્રથમ ત્રણેય લોટ ભેગા કરો. તેમાં મૂઠી બંધાય એટલું તેલ નું મોણ નાખો. ત્યાર બાદ મેથીની ભાજી ઝીણી સમારીને નાખવી
ત્યારબાદ તેમાં લસણ, આદું-મરચાંની પેસ્ટ, હીંગ, હળદર, તલ અને મીંઠુ નાખી ખાટા દહીંથી લોટ બાંધવો.
ત્યારબાદ તેલ ગરમ થાય એટલે હાથથી થેપીને વડા તૈયાર કરો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. ધીમી આંચે આ વડા ફ્રાય કરો. લાઈટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા.