બહાર નહી હવે ચપટીમાં ઘરે જ બનાવો ફ્રેન્ચ ફ્રાઇસ
સામગ્રી
5નંગ – બટેટા
1 ચમચી – ચાટ મસાલો
1/2 ચમચી – પીસેલી ખાંડ
1/2 ચમચી – લાલ મરચું પાઉડર
1/2 ચમચી – જીરૂ પાઉડર
1/2 ચમચી – સંચળ
સ્વાદાનુસાર – મીઠું
તરવા માટે – તેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ બટેટાને ઠોલીને લાંબા ફિંગર ચિપ્સ તરીકે કટ કરી લો. તે બાદ તેને પાણીમાં પલાળી રાખો અને ધોઇ લો.એક વાસણમાં પાણી ગરમ કરો. પાણી બરાબર ગરમ થઇ જાય એટલે તેમા બટેટા ઉમેરો. બટેટા ઉમેર્યા બાદ પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી દો. હવે બટેટાને પાણીમાં 5 મિનિટ રહેવા દો. બટેટાને પાણીમાંથી નીકાળી એક પ્લેટમાં ફેલાઇ દો. જેથી તે ઠંડા થાય. ઠંડા થયા બાદ બટેટાને અડધો કલાક ફ્રિજમાં રાખો. ત્યાર બાદ એક કઢાઇમાં તેલ ગરમ કરો. બટેટા આછા બ્રાઉન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તરી લો. હવે તેને એક પ્લેટમાં નીકાળી તેની પર મીઠું, સંચળ, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે ગરમા ગરમ ફ્રેન્ચ ફ્રાઇસ. તેને તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો.