ફૂડ

બજારમાંથી નહીં, હવે સહેલાઇથી ઘરેજ બનાવો ગુલાબજાંબુ

સામગ્રી
– 500 ગ્રામ મોળો માવો
– 250 ગ્રામ પનીર
– 125 ગ્રામ મેંદો
– 125 ગ્રામ આરારૂટ
– 500 ગ્રામ ખાંડ

 

ચાસણી માટે
– ચપટી સોડા
– 7-8 કેસરના તાંતણા
– થોડો લીંબુનો રસ
– દૂધ, ઘી પ્રમાણસર

રીત

સૌ પ્રથમ માવો અને પનીરને ખમણી રવાદાર ભૂકો બનાવવો. ત્યારબાદ તેમાં મેંદો અને આરારૂટ ભેળવી વચ્ચે ખાડો કરી તેમાં થોડું દૂધ અને ચપટી સોડા નાખીને થોડીવાર રહેવા દેવું. પછીથી દૂધ નાખી ખૂબ મસળીને કણક તૈયાર કરવી. ત્યારબાદ તેમાંથી લૂઓ લઇને ઉપરથી લીસાં અને ફાટ વગરના ગુલાબજાંબુ બનાવી ઘીમાં તળી લેવાં.

ચાસણી બનાવવાની રીત
એક વાસણમાં ખાંડ લઇ તે ડૂબે એટલું પાણી નાખીને તેને ઉકળવા મુકો. ઉકળે એટલે લીંબુનો રસ નાંખવો. લીંબુનો રસ નાખવાથી ઉપર મેલ તરી આવશે જે બહાર કાઢી લેવો. ત્યારબાદ થોડું કેસર ઉમેરી ચાસણી એકતારી થાય એટલે ધીમા તાપ પર ગરમ રાખવી. પછી તેમાં બધા ગુલાબજાંબુ નાખીને થોડીવાર રાખી ઉતારી લો. 2-3 કલાક પછી તમારા પરિવારજનોંને આપો. જે હોંશે હોંશે ખાશે..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button