મિનિટોમાં બનાવો દહીંપુરી, ખાવાની પડી જશે મજા
સામગ્રી
200 ગ્રામ – બટેટા
100 ગ્રામ – બાફેલા ચણા
1 મોટી ચમચી – લીલા મરચાની પેસ્ટ
1 કપ – તીખી બુંદી(મમરી)
1/2 કપ – સમારેલી ડુંગળી
1/2 કપ – લસણની વાંટેલી ચટણી
1/2 કપ – કોથમીર – ફુદીનાની ચટણી
1 કપ – ગળ્યું દંહી
1 ચમચી – જીરાનો પાઉડર
1/2 ચમચી – સંચળ
2 ચમચી – સમારેલી કોથમીર
1/2 કપ – ઝીણી સેવ
30 નંગ – પકોડી
સ્વાદાનુસાર – મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ બાફેલા બટેટા અને ચણાને એક બાઉલમાં લઈને બરાબર મસળી લો. આમ કરવાથી પકોડી જેવો જ માવો તૈયાર થઈ જશે. માવો મસળી લો પછી તેમાં લીલા મરચાની પેસ્ટ, મીઠું, લાલ મરચુ અને તીખી બૂંદી ઉમેરીને બરાબર મિક્સ કરો. પાણીપુરીની પુરીમાં વચ્ચે કાણુ પાડો. તેમાં બટેટાનું મિશ્રણ ભરો અને તેના પર ડુંગળી ભભરાવો. હવે તેમા ગળ્યું દહીં ઉમેરો. ત્યાર પછી કોથમીર-ફૂદીનાની લીલી ચટણી અને લસણની ચટણી ઉમેરો. છેલ્લે ફરીથી દહીં ઉમેરો.આ રીતે બધી જ પૂરીમાં માવો અને ચટણીઓ ઉમેરાઈ જાય પછી તેના પર જીરુ પાવડર, લાલ મરચુ અને સંચળ ઉમેરો. તે પછી કોથમીર ઉમેરો. ત્યાર બાદ ઉપરથી સેવ ભભરાવો. તેના પર તમે ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી શકો છો. તૈયાર છે સ્વાદિષ્ટ દહીં પુરી…